Friday, July 23, 2021

Aa dav pan jiti laish poem in Gujarati - poem

 શમણાં ઓ નું લાવ લશ્કર અને દુઆ ઓ ના કાફલા સાથે રાખું છું

  જિંદગી ના મેદાન માં હું લક્ષ્ય મારુ

પૂર્ણ કરવા 

હૈયે આસ્થા હું બેહિસાબ રાખું છું

આ દાવ પણ પણ જીતવા  મક્કમ મનોબળ રાખું છું


હૈયે હામ રાખું છું

હોઠે સતત ઈશ્વર નું નામ રાખું છું

હોય ભલે કાંટાળી કેડી તોયે મખમલી દુઆ  ઓ ને હંમેશા  સાથ  રાખું છું


નથી શુરા સમ હિંમત કે

તિર ભાલાં મારી કને

તોયે લક્ષ્ય પામવાની 

મન માં   હું લોહ સમ જીદ રાખું છું


હિમાલય સમ  મન અડગ  રાખું છું

આફત સામે ઝુકીશ નહીં

ઝંઝાવાત થી  ડરીશ નહીં એવો

ઈરાદો  મારો બુલંદ  રાખું છું

એવી પ્રતિજ્ઞા હું ધારદાર રાખું છું


અંતરાયો હોય ભલે ઝાઝા 

પથ્થર થી ઠોકર ખાઈશ તો નવી કેડી કંડારીશ

વિપદા સામે લાલ આંખ  કરતી રહીશ

લક્ષ્ય મારુ બદલીશ નહીં

મળે નહીં સફળતા તો 

હું માર્ગ બદલીશ

લક્ષ્ય પર અડીખમ

રહેવા

અર્જુન ને મારાં માં હું ઉગાડી  ને રાખું છું

આત્મવિશ્વાસ મારો હું  જગાડી ને રાખું છું



જીવન ની નાવડી ને કર્તવ્ય ના હલેસા થી પાર ઉતારવા હું

અર્જુન જેવું અડીખમ મનોબળ  પારાવાર રાખું છું


મળશે જ લક્ષ્ય નું મોતી

હદયમંથન થી

હૈયે એવી હું આશ હું બેમિસાલ રાખું છું

ઈશ પર વિશ્વાસ હું બેહિસાબ રાખું છું

દુઆ ઓ માં મારી  એવી ધારદાર અસર  હું  રાખું છું


હર શ્વાસ માં અતૂટ વિશ્વાસ ભરી

લક્ષ્ય માટે ઉડાન  હું ભરું છું

કમિયાબી માટે  તનતોડ મહેનત માં વિશ્વાસ હું પારાવાર રાખું છું મળશે જ આ દાવ માં સફળતા  

બધા જ દાવ ને આખરી દાવ સમજી હું જિંદગી ની 

લડાઈ ઓ હું લડી લઉં છું




maru ભાતીગળ ગામડુ poem in Gujarati - poem

 કેવું પ્રાકૃતિક નયનરમ્ય અને *ભાતીગળ* છે મારું આ ગામડું

અનમોલ સંસ્કૃતિ નું  રજવાડું છે

મારું આ  ભાતીગળ ગામડું


અહી નથી સોશ્યલ મીડિયા નો દેકારો

અહી તો મસ્તી નો ફુવારો છે  મારા

ગામ નો ચોરો


અહીંયા નથી કઈ મારું કે તારું

અહીંયા છે સુખ દુઃખ સૌનું સહિયારું


અહી નથી  કોઈ થી આગળ નીકળી જવાની હોડ

અહી સફળતા માટે છે સૌની સહિયારી દોડ


અહીંયા નથી કોઈ ના મન  ની મુરાદ મેલી

અહી છે સૌના હદય માં હેત ની હેલી


અહી નથી કોઈ ના ઘર પર પહેરા

તોયે હર આદમી ના  છે હસતા ચહેરા


દંભ ઈર્ષ્યા અદેખાઈ પ્રપંચ    માટે અહી નથી કોઈ  આવાસ

અહી તો સહકાર ભાઈચારો અને મદદ નો છે નિવાસ


અહી નથી સંગે મર મર ની ચમક

અહી તો છે ગૃહિણી ના હાથ ની કસબ

લીપ્યું ઘૂપ્યું આંગણું ને

ઓસરીએ શોભતું રંગ બિરંગી ચાકળું


અહી મહેમાન નવાઝી માટે છે  હૈયે જાજો હરખ

એ છે અહી ના લોકો ની પરખ


અહી નહિ કોઈ ખોટી ધાંધલ ધમાલ

પ્રકૃતિ ની શોભા કરે છેઃ

કમાલ


અહી નથી મિલો અને વાહનો નો શોરબકોર

અહી પંખી ઓ પણ નિર્ભય પણે કરે  છે કલશોર


અહી નથી દંભ કે ચહેરા પર કોઈ મહોરો

અહી તો નખ શીખ નિર્ભેળ  હર આદમી નો ચમકતો ચહેરો


કુદરત પણ કરે છે અહી સુખો ની લ્હાણી

હું જાવ મારા *ભાતીગળ* ગામડા પર વારી



મારું આ અનમોલ ગામ

ભાતીગળ સંસ્કૃતિ નું છે ‌મોટુ ધામ


અમૂલ્ય વારસા ના જતન કરવાનું છે આપણુ કામ


જગ માં રોશન થશે  આપની આ સંસ્કૃતિ નું નામ


અહી જીવન છે જાનદાર

મારી આ સંસ્કૃતિ પણ છે શાનદાર



💦💦💦💦💦💦💦💦💦💦💦💦➖️➖️➖️➖️➖️




મિત્ર | friend Poem in Gujarati - poem

 મન ની, દીવાલ પર નું, સુંદર ચિત્ર.

એટલે મિત્ર.

જે લોહી ના, સંબંધો ને,પણ શરમાવે,તે મિત્ર.

જીવન ના,અંધકાર માં,જ્યારે,પડછાયો,પણ સાથ છોડી દે,

ત્યારે  પ્રેમ થી,વળગી પડે, તે મિત્ર.

અસ્તિત્વ ના, થાય,સો સો ટુકડા,ત્યારે એ ટુકડા સમેટી ને,

નવો આકાર,નવું જીવન આપે ,તે મિત્ર.

જીવન નું,દર્પણ એટલે, મિત્ર.

માનસિક બીમારી નું,ઓસડ, એટલે, મિત્ર.

જીવન સફર નો,સાચો ,હમદર્દ,એટલે,મિત્ર.

મઝધારે,ડૂબેલી નાવ ને,જે તારે,તે,તારણહાર મિત્ર.

જિંદગી ની,લડાઈ માં, જે ઢાલ બને, તે મિત્ર.

પોતાના થી,પણ વધુ સુંદર દોરે, આપણી,

જિંદગી નું,ચિત્ર.

એનું નામ મિત્ર.

જીવન ની કાંટાળી, ડગર પર,ફૂલ બિછાવે , એ મિત્ર.

જે મારું છે, એ તારું છે,જે તારું છે, એ મારું છે,

એ ભાવના વાળો,મિત્ર છે.

સંબંધ ના,વૃક્ષ ને વિકસાવવા,સમય નું ખાતર,અને,પાણી આપે, એ મિત્ર છે.

કહ્યા વગર, સમજી જાય, એ મિત્ર છે.

જિંદગી ની ,કટોકટી ની પળો માં,પડછાયો બની,સાથ આપે,

એ મિત્ર છે.

હદય ની ધરતી માં,વિશ્વાસ ના મૂળ,ઊંડા ઉતરે,

અને જે ફૂલ બની,પૂરું જીવન, મહેકાવી દે,

એ મિત્ર છે.

મારે દર્પણ ની,જરૂર નથી,કેમ કે,મારી પાસે ,

સારો મિત્ર છે.


 

sundar rangoli | beautiful rangoli poem in Gujarati - poem

 બધા રંગો મળી,સર્જે સુંદર રંગોળી,

આંગણું દીપાવે ,આ રંગોળી,

ઉત્સાહ જગાવે,આ રંગોળી,

માનવ માટે,પ્રેરણાદાયી,આ રંગોળી,

દરેક માનવી,એક અલગ રંગ જેવો,

મળી સાથે જો રહે,તો સર્જાય સુંદર રંગોળી,

કોઈ આપે, પ્રેમ નો રંગ,

કોઈ આપે,ખુશી નો રંગ.

કોઈ આપે,હર્ષ ઉલ્લાસ નો,રંગ.

કોઈ આપે,ભાઈચારા નો,રંગ

કોઈ આપે,   સાથ, સહકાર 

બને,સૌના જીવનનો,સુંદર આકાર.

  બાગે,બધા ફૂલો મળી,  બને ,બગીચા નો,

શણગાર.

નાત જાત,ઉચ,નીચ, નો ત્યાં. ક્યાં છે,

કોઈ વ્યવહાર..

દુનિયા પણ,બાગ જેવી,

હરેક માનવી છે,ફૂલ,

કોઈ  ચંપા કોઈ ગુલાબ.

કોઈ ચમેલી,તો કોઇ મોગરો  છે,

બધા થકી,શોભે,આ દુનિયા નો બાગ.

ચાલો ,ભેગા મળી,સૌ મહેકાવી દઈએ,

આ  દુનિયા નો બાગ.

મહેકતા  ,ગુલશન ને જોઈ, બાગબાન(ઈશ્વર)

પણ, થઈ જાય ખુશ..

ચાલો બની, એક ,એક રંગ,

બનાવીએ, સુંદર રંગોળી. 



Wednesday, July 21, 2021

ચા and કોફી | tea and coffee - poem in Gujarati

ચા, કોફી વગર, કોઈ ની સવાર, પડતી જ નથી, કોઈ ,ચા ના રસિયા, તો કોઈ, કોફી ના દિવાના, કોઈ ,મીઠી  મધ, ચા પીવે, તો કોઈ, આદુ,  ઈલાયચી ને, સૂંઠ વાળી, મસાલેદાર, ચા પીવે.

તો કોઈ ,સ્ટ્રોંગ કોફી પીવે, તો કોઈ,  મીઠી  કોફી પીવે,


ગામ ના ચોરે, કોલેજ ની,     centeen માં, હોટેલ માં,

કે, હોસ્ટેલ ની,  centeen માં,  ચા ની કીટલી પર, ચા,કોફી pivay છે.

કઈ કેટલીય વાતો,  ગામ ની, પાદર ની, શહેર ની, વિદેશ ની, નોકરી ની, વાતો થાય છે. આ, ચા ની કીટલી પર.

કઈ કેટલાય, સપના ઓ ની, આપ લે થાય છે,

કઈ કેટલાય, સુખ દુઃખ ની, વહેચણી થાય છે.

કઈ કેટલાય, ભવિષ્ય ના, સપના ઓ ના, નકશા બને અહી.

કઈ કેટલીય, હૈયા વરાળ, કઈ કેટલીય, ખુશી ની પળો ની, વહેચણી થાય છે, અહી.


ચા, કોફી ની,ચૂસકી સાથે,કેટલાય નવો સંબંધો,બંધાય છે, દુશ્મની પણ,ચા,કોફી ની વરાળ સાથે,ઊડી જાય,કઈ કેટલાય ,ભવિષ્ય ના ,શમણા ઓ નો,નકશો બને છે, અહી.

વરસતો ,વરસાદ હોય,મિત્રો નો સાથ હોય,

તો,આ વરસાદી સાંજે,મિત્રો ની ટોળકી સાથે,

ચા, કોફી નો સ્વાદ,ખૂબ વધી જાય.


કડવી કોફી,મીઠા સ્મરણો દઈ જાય.

જીવન નો સંદેશ,આપે આ કોફી,

જીવન માં ,લોકો ના સ્વાદ માટે, પોતાનું અસ્તિત્વ ,ઓગાળી નાખે આ કોફી.

નવી ઊર્જા, નવો ઉત્સાહ,નવી સ્ફૂર્તિ, આપે, આ કોફી, કામકાજ ને,વેગવંતુ  બનાવે ,આ કોફી, જીવન માં,પ્રેરણા આપે,આ કોફી



પાણી,દૂધ,શક્કર,સાથે મળી,નવું રૂપ ધારણ કરે આ કોફી,પોતાના અસ્તિત્વ નું,બલિદાન આપે ,આ કોફી, સાથે મળી,કોઈ કાર્ય ને,દીપાવી શકાય,એવો સંદેશ આપે, આ કોફી.તકલીફ, અને મુસીબત માં જ,નિખરે,

આ વ્યક્તિત્વ,એવી સમજણ આપે,આ કોફી.

આવડી ગયું મને - poem in Gujarati

મઝધારે, તોફાન નો,ડર નથી,મને  હવે.

તૂટેલી નૈયા સાથે,સાગર, પાર કરતાં,

આવડી ગયું  મને


જીવન મા ઝંઝાવાતો નો,ડર નથી, મને હવે.

આશા નો,દીપક  જલાવતા,

આવડી ગયું  મને


ચોમેર,  ભલે હોય , ભયંકર અંધકાર 

એનો, મને ડર નથી

બેફામ, હવા ઓ ની, વચ્ચે,

દીપક , જલાવાતા,

આવડી ગયું  મને


પાનખર નો, હવે ડર નથી. મને

વગર મૌસમે,મહેકતા,

આવડી ગયું  મને


ઉદાસી,દર્દ,ગમ, નિરાશા, નો  ડર નથી મને.

વેદના,અને વ્યથા ઓ ને ગઝલ માં, કંડારતા 

આવડી ગયું  મને.


અમાસ ની ,અંધારી રાત્રી નો,ડર નથી મને,

સિતારો બની, ચમકતા,

આવડી ગયું  મને.


દુનિયા માં, કશાય નો,ડર નથી,મને હવે,

કેમ કે,ઈશ્વર માં,શ્રદ્ધા રાખતા,

  આવડી ગયું મને.


જીવન ની નદી માં, સામાં પ્રવાહ નો,

ડર નથી,મને હવે, સામા પ્રવાહે તરતા,

મને આવડી ગયું મને.

ફૂલ બની કોઈ નું જીવન મહેકાવી દો - poem in Gujarati

 મળ્યો છે મનખા અવતાર,તો,

થોડી ,સત્કર્મો ની સુવાસ,ફેલાવી દઈએ,

  ખારો દરિયો બની ને,શુ કરશો,?

ઝરણા ના, મીઠા જળ બની,

લોકો ની ,તરસ ,છીપાવી દઈએ.

મળ્યો છે,મનખા અવતાર,તો,સત્કર્મો ની સુવાસ,ફેલાવી લઈએ.

સૂરજ બનવાના,સપના છોડી,

એક દીપક બની,લોકો ની રાહ,રોશન કરી લઈએ.

આખો બાગ ધરી ને,શુ કરશો?

મહેકતું ફૂલ બની,કોઈ નું જીવન, મહેકાવી દો.

મહાન નેતા,બનવાના,સપના છોડી,

એક સામાન્ય ,માનવી બની,.સામાન્ય માનવી 

ના,જીવન માં ,પરિવર્તન લાવી દો.

મોંઘા મોતી ને,શુ કરશો તમે?

મધદરિયે ,અટવાયેલી,કોઈ ની નૈયા ને,

પાર લગાવી દો..

વાવાઝોડું,નષ્ટ કરે, આ બાગ બગીચા,

હવા ની,એક નાનકડી લહેર,પૂરા ગુલશન ને,મહેકાવી શકે,

નાનકડું એક બુંદ,પણ, મોતી બની શકે,

નાનકડું એક બીજ,એક વટ વૃક્ષ બની શકે.

બસ આવા નાનકડા,સત્કાર્યો,

કોઈ નું જીવન, મહેકાવી શકે.

મરતા, મરતા, જીવવાનો, શુ અર્થ?

કરો એવા સત્કાર્યો ,

મરી ને પણ,લોકો ના દિલ માં,જીવંત રહી જાવ.

Monday, July 12, 2021

એક હતી મિશાલ

અષાઢી મેઘ ઝરમર વરસી રહ્યો હતો વર્ષા ની હેલી થી હરખાઈ આં ધરતી જાણે દુલ્હન સમી સજી બેઠી લીલુડી ઓઢણી ને ગુલાબી પાલવ જાણે આકાશી સુંદરી વૃક્ષો પણ નાહી ધોઈ ને સ્વચ્છ  થયા  આં માટી પણ તન મન ને  મહેકાવતિ  મહેક ફેલાવી રહી છે  બાળકો પાણી માં ખુશ થઈ નાહી રહ્યા છે હવા ખુશનુમા છે આં દુલ્હન જેવી ધરતી ને  વધાવવા માટે આં  ફૂલો પણ વૃક્ષ પર થી સારી પડ્યા કોઈ પણ ને નશો ચડી જાય  એવું ખુશનુમા માહોલ છે  મિશાલ પોતાની   ગેલેરી માં થી  આં દૃશ્યો જોઈને રહી છે પણ આં વરસાદી માહોલ તો મિશાલ ને ગમગીન બનાવે છે કોઈ ની યાદો એને તડપાવી રહી છે કોઈ ની બેવફાઈ નો ડંખ એના હૈયા માં અગનજવાળા પેદા કરી રહ્યો છે બહાર ની શીતળતા પણ એના મન ને ઠારી નથી શકતી વરસાદ ની બુંદો જોઈને એ ભૂતકાળ માં સરી પડી     મિશાલ અને માનસ બંને એક જ કોલેજ માં સાથે ભણતા હતા અને બંને ની રસ રુચિ એક હતી  એકબીજા માં પાકા મિત્રો હતા  એકબીજા ની બુક ની આપ લે કરતા એક બીજા નો નાસ્તો પણ શેર કરતા કોફી પીવા તો હંમેશા સાથે જ જતાં એકબીજા સાથે મિત્રતા નિભાવતા બંને વચ્ચે ક્યારે પ્રેમ થઈ ગયો ખબર પણ માં પડી એકબીજા ને દિલ દઈ બેઠા કોલેજ માં તો રોજ મળતા પણ બંને એ એક રિસોર્ટ પર મળવાનું નક્કી કર્યું આજે મિશાલ ખૂબ ખુશ હતી આજે આસમાની રંગ નો ગાઉન પહેર્યો હતો કણ માં એવા જ મેચિંગ ઝુમખા હાથ માં એવી જ રણકાર કરતી બંગડી ઓ પહેરી હતી ભાલે એવી j બિન્દી લગાવી હતી હોઠે લલી લગાવી હતી એક તો હતી ખૂબસૂરત કોઈ અપ્સરા જેવી કળી કાજલ ભરી મોતી મોતી આંખો કમળ ની પાંદડી જેવા  હોઠ એના પર કાળું તિલ ગુલાબ જેવા ગુલાબી ગાલ જાણે કોઈ સ્વર્ગ ની અપ્સરા જેવી લાગી રહી હતી બહાર ઝરમર ઝરમર વરસાદ ધરતી ને ભીનાશ આપતો હતો ભીતર માનસ પ્રત્યેની લાગણી એને તરબતર કરી રહી હતી ખૂબ ખુશ હતી મિશાલ માનસ ના પ્રેમે એના જીવન માં રંગોળી પૂરી હતી ખૂબ ખુશ થતી કઈ ગીત ગાઈ રહી હતી"" રીમઝીમ ગીરે  સાવન સુલગ સૂલગ જયે મન...... ખૂબ ખુશ થતી માનસ ને મળવા દોડી જાય છે    પછી તો ક્યારેક રિસોર્ટ ક્યારેક બીચ ક્યારેક બગીચો ક્યારેક થિયેટર  કેટલીય જગ્યા ઓ ફરતા અને હાથ માં હાથ નાખી  દુનિયા રખડતા જાણે બંને ને એવી અનુભૂતિ થતી કે એના જેટલું દુનિયા માં કોઈ સુખી નથી પણ સાચો પ્રેમ હંમેશા અધૂરો રહેવા j સર્જાયો છે એક દિવસ સવાર સવાર  માં માનસ ને લોહી ની ઉલ્ટી થાય છે બધા રીપોર્ટસ કરાવે છે તો ખબર પડે છે કે છ મહિના નો મહેમાન છે એ મિશાલ ને ખુબ ચાહતો હતો એને દુઃખી કરવા નહોતો માગતો તેથી તે તેની j કોલેજ ની મિત્ર વિશ્વા ને બધી વાત કરે છે અને વિશ્વ કહે છે તું મારી સાથે પ્રેમ નું નાટક કરવામાં મને સાથ આપ જેથી મિશાલ મને બેવફા સમજી બીજે લગ્ન કરી લે બીજા દિવસ થી બંને નાટક શરૂ કર્યું માનસ બહાર થી મિશાલ ને ઇજ્ઞોર કરતો રહ્યો મિશાલ એકદમ તૂટી ગઈ એ માનસ ને બેવફા સમજી બેઠી એ એટલી હદે માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કે મનોચિકિત્સક નો સહારો લેવો પડ્યો ધીમે ધીમે એ બહાર આવી જાય છે અને જ્યારે  મહેશ નામ નો એક ડોકટર એની જિંદગી માં આવે છે મિત્ર બને છે અને શાદી માટે પ્રસ્તાવ રાખે છે ત્યારે એકડ સ્વીકારી લે છે કેમ કે એને ડર હતો માનસ ની જેમ બેવફાઈ તો નહિ કરે ને એટલે એ શાદી કરી લે છે અને એની સાથે જીવન માં સેટલ થાય છે અને માનસ ને ભૂલવાની કોશિશ કરે છે અહી  ઘણા બધા દિવસો વ્યતીત થાય છે અને માનસ પોતાના અંતિમ દિવસો ગણાતો હોય છે પોતાની આખરી મુલાકાત માટે એ મિશાલ ને મળવા માગે છે એક દિવસ  vishvaa મિશાલ ને મળવા આવે છે અને જ્યારે માનસ ની વાત કાઢે છે ત્યારે મિશાલ ચોખું કહે છે એનું તું નામ નહિ લે મારી પાસે એ બેવફા છે ત્યારે વિશ્વા બધી વાત કરે છે અને કહે છે એ અંતિમ શ્વાસ ગણી રહ્યો છે તને મળવા માગે છે ત્યારે મિશાલ વિશ્વા ની સાથે જાય છે અને માનસ ને મળે છે અને બંને ખૂબ રડે છે મિશાલ ફરિયાદ કરે છે તે શા માટે મને ના કહ્યું  મિશાલ તો સારી ચિત્રકાર હતી માનસ એની પાસે વચન માગે છે તું તારી ચિત્રકલા  માં નામ રોશન કર અને તરા શોખ ને જાળવી રાખી તું એક સ્કૂલ ખોલ એ જ માટે સાચી શ્રદ્ધાંજલિ અને આં કહી માનસ પોતાના આં નદ્વર દેહ છોડી દે છે જગત ને અલવિદા કહી દીધું મિશાલ ખૂબ રડે છે પણ આપેલા વચન ને લઈ ને મજબૂત થઈ જાય છે જ્યારે બહાર નીકળે છે ત્યારે ઝરમર વરસાદ આવતો હોય છે અને પોતે  ગાવા લાગે છે "રીમઝીમ ગિરે સાવન સુલાગ સૂલાગ જયે મન "એક હતી મિશાલ"

માહી

"માહી" માહી એટલે વન વગડા માં ઊગેલું ગુલાબ નું ફૂલ માહી એટલે ચિથરે વિ ટાળેલું રતન. જેવા નામ એવા જ ગુણ માહી (માછલી) જેવી આંખો.ગુલાબ ની પાંદડી જેવા હોઠ .હસે તો ગાલો માં ખંજન પડે.   સૌથી આકર્ષક એવું હોઠ પર નું કાળું તિલ મન મોહક અદા કોઈ પણ પહેલી નજરે અંજાઈ જાઈ એવું ચુંબકીય  રૂપ  એનું માહી ગામડા ગામ ની 20વર્ષીય યુવતી હતી કુદરતે તેને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું ખૂબ નિરાંત ની પળો માં એનું સર્જન કર્યું હશે વિશ્વા મિત્ર ની મેનકા ને પણ શરમાવે એવું એનું મન મોહક   ચંદ્ર જેવો ખીલેલો ચહેરો જાણે,! ધરતી પર ની અપ્સરા જોઈ લો પણ મૃગનયની જેમ માહી પણ પોતાના રૂપ થી અજાણ હતી રૂપ ની સાથે કુદરતે એના માં સમજણ પણ સાથો સાથ ઠાંસી ઠાંસી ને ભરી હતી હંમેશા ગામ ના સૌ લોકો ને બાળક થી લઇ ને  વૃદ્ધ લોકો ની મદદ કરવા તત્પર રહેતી.ખેતી ના કામ માં. ઘર કામ માં રસોઈ માં . ગાવા માં. બધે નિપુણ હતી. તેનો અવાજ પણ ખૂબ સૂરીલો હતો જ્યારે  ગામ ના છેવાડે આવેલા મંદિર માં ભજન  ગાતી તો લોકો પણ  તેમાં  આસપાસ નું વાતાવરણ ભૂલી તલ્લીન થઈ જતા ગામડા ના લોકો ની ચાહિતી હતી પ્રેમાળ હતી બધા ની ખૂબ કાળજી રાખતી તેને  ૧૨ સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો , હવે યુવાન થઈ હતી એના પિતા ને એના લગ્ન ની ચિંતા થવા લાગી હતી એવા માં એક દિવસ બને છે એવું શહેર ના ઉદ્યોગ પતિ ના પુત્ર ની કાર રસ્તા માં ખરાબ થઈ જાય છે એને પાણી ની તરસ લાગે એટલે એ કૂવા તરફ પાણી પીવા આવે છે. ત્યાં માહી  પાસે પાણી માગે છે માહી નો ચહેરો જોતા જ. એનું રૂપ લાવણ્ય જોતા જ અચંબિત થઈ જાય છે દિલ સાથે નક્કી કરે છે કે લગ્ન કરીશ તો આની સાથે જ ગામ ના મુખી નો સંપર્ક કરી  માહી ના પિતા ને કહેણ મોકલાવે છે માહી ના પિતા તો પોતાને ધન્ય સમજવા લાગે છે કેમ કે માહી ને આવું સાસરું મળશે એવી કલ્પના પણ નહોતી અને હર એક માં બાપ ની ઈચ્છા હોય કે પોતાની પુત્રી સુખ માં પડે માહી  અને મિનેશ ના લગ્ન રંગે ચંગે પતી જાય છે રિસેપ્શન  માટે શહેર ના હોલ માં રાખે છે તેનું રિસેપ્શન  ફિલ્મી સિતારા  થી કમ ના હતું માહી દુલ્હન ના લાલ જોડા માં આકાશી પરી જેવી લાગતી હતી .માહી ની બહેનપણી ઓ તો  તેના લગ્ન જોઈને કહેવા લાગી કેવી નસીબદાર છે માહી કેટલું સારું સાસરું મળ્યું માહી ખુશ હતી રહેવા બંગલો નોકર ચાકર ઘરેણાં એશો આરામ હરવા ફરવા નું   એશો આરામ કરવાનો થોડા દિવસો તો બધું બરાબર ચાલ્યું ત્યાર પછી મિનેશ નો અસલ રંગ બહાર આવવા લાગ્યો તે  ધનવાન બાપ નો બગડેલો પુત્ર હતો બધા જ ખરાબ લક્ષણો તેના માં હતા માહી એ ક્યારેય આવું જોયું નહોતું તે હેબતાઈ ગઈ તેને તેના પિતા ની બહુ યાદ આવતી હતી પિતા પાસે જવું હતું પણ મિનેશ એ માટે મંજૂરી નહોતો આપતો  હવે તો તે માહી પર હાથ ઉપાડવા લાગ્યો હતો માહી ખૂબ દ્વિધા માં હતી શું કરવું? પિતા પાસે જઈશ તો લોકો મારા પિતા વિષે શું બોલશે,,?   પણ દિવસે ને દહાડે મિનેશ નો ઝુલ્મ વધતો જતો હતો તેને લાગ્યું હવે તેને સોના ના પિંજર માં થી મુક્ત થવું છે હવે તે તક શોધવા લાગી આવી જ રીતે મિનેશ બિઝનેસ મિટિંગ માટે બહાર જાઈ છે એ તક નો લાભ લઇ સોનાના પિંજર માં થી સદા માટે મુક્ત થઈ પોતાના પિતા પાસે આવી જાઈ છે પોતાના પિતા પાસે આવી જાઈ છે પણ એ પહેલાં જેવી માહી નહોતી ચંચળ પતંગિયા જેવી . એને તો સદા માટે ઉદાસી નું ઓઢણું ઓઢી લીધું હસતા ખેલતા કમળ જેવું વદન આજે મુરઝાયેલા ફૂલ જેવું બની ગયું પણ સમય  જતાં એ ઉદાસી માં થી બહાર આવી જાય છે અને આગળ નો અભ્યાસ શરૂ કરી અને ડોકટર બની જાય છે સ્વભાવ તો હતો જ બધા ને મદદ કરવાનો પણ હવે તો પોતાના ગામમાં જ એ હોસ્પિટલ શરૂ કરે છે અને  ગામ ના બધા જ લોકો ને પોતાનો પરિવાર માની અને બધા ની સેવા કરે છે અને ગામ ના લોક પણ માહી ને પોતાના પરિવાર ની સભ્ય ગણે છે અને આનંદ થી રહે છે પોતાના અતીત ને પાછળ  છોડી દે છે અને માહી હસતી ખેલતી માહી બની જાય છે 💦💦💦💦💦💦💦💦💦💦💦💦 માહી

Featured Post

Is Sugar bad for health.

is sugar bad for health? Sugar can be used in many things it is used to make something sweet and its taste is sweet. it is so sweet ...