મળ્યો છે મનખા અવતાર,તો,
થોડી ,સત્કર્મો ની સુવાસ,ફેલાવી દઈએ,
ખારો દરિયો બની ને,શુ કરશો,?
ઝરણા ના, મીઠા જળ બની,
લોકો ની ,તરસ ,છીપાવી દઈએ.
મળ્યો છે,મનખા અવતાર,તો,સત્કર્મો ની સુવાસ,ફેલાવી લઈએ.
સૂરજ બનવાના,સપના છોડી,
એક દીપક બની,લોકો ની રાહ,રોશન કરી લઈએ.
આખો બાગ ધરી ને,શુ કરશો?
મહેકતું ફૂલ બની,કોઈ નું જીવન, મહેકાવી દો.
મહાન નેતા,બનવાના,સપના છોડી,
એક સામાન્ય ,માનવી બની,.સામાન્ય માનવી
ના,જીવન માં ,પરિવર્તન લાવી દો.
મોંઘા મોતી ને,શુ કરશો તમે?
મધદરિયે ,અટવાયેલી,કોઈ ની નૈયા ને,
પાર લગાવી દો..
વાવાઝોડું,નષ્ટ કરે, આ બાગ બગીચા,
હવા ની,એક નાનકડી લહેર,પૂરા ગુલશન ને,મહેકાવી શકે,
નાનકડું એક બુંદ,પણ, મોતી બની શકે,
નાનકડું એક બીજ,એક વટ વૃક્ષ બની શકે.
બસ આવા નાનકડા,સત્કાર્યો,
કોઈ નું જીવન, મહેકાવી શકે.
મરતા, મરતા, જીવવાનો, શુ અર્થ?
કરો એવા સત્કાર્યો ,
મરી ને પણ,લોકો ના દિલ માં,જીવંત રહી જાવ.