મઝધારે, તોફાન નો,ડર નથી,મને હવે.
તૂટેલી નૈયા સાથે,સાગર, પાર કરતાં,
આવડી ગયું મને
જીવન મા ઝંઝાવાતો નો,ડર નથી, મને હવે.
આશા નો,દીપક જલાવતા,
આવડી ગયું મને
ચોમેર, ભલે હોય , ભયંકર અંધકાર
એનો, મને ડર નથી
બેફામ, હવા ઓ ની, વચ્ચે,
દીપક , જલાવાતા,
આવડી ગયું મને
પાનખર નો, હવે ડર નથી. મને
વગર મૌસમે,મહેકતા,
આવડી ગયું મને
ઉદાસી,દર્દ,ગમ, નિરાશા, નો ડર નથી મને.
વેદના,અને વ્યથા ઓ ને ગઝલ માં, કંડારતા
આવડી ગયું મને.
અમાસ ની ,અંધારી રાત્રી નો,ડર નથી મને,
સિતારો બની, ચમકતા,
આવડી ગયું મને.
દુનિયા માં, કશાય નો,ડર નથી,મને હવે,
કેમ કે,ઈશ્વર માં,શ્રદ્ધા રાખતા,
આવડી ગયું મને.
જીવન ની નદી માં, સામાં પ્રવાહ નો,
ડર નથી,મને હવે, સામા પ્રવાહે તરતા,
મને આવડી ગયું મને.