બધા રંગો મળી,સર્જે સુંદર રંગોળી,
આંગણું દીપાવે ,આ રંગોળી,
ઉત્સાહ જગાવે,આ રંગોળી,
માનવ માટે,પ્રેરણાદાયી,આ રંગોળી,
દરેક માનવી,એક અલગ રંગ જેવો,
મળી સાથે જો રહે,તો સર્જાય સુંદર રંગોળી,
કોઈ આપે, પ્રેમ નો રંગ,
કોઈ આપે,ખુશી નો રંગ.
કોઈ આપે,હર્ષ ઉલ્લાસ નો,રંગ.
કોઈ આપે,ભાઈચારા નો,રંગ
કોઈ આપે, સાથ, સહકાર
બને,સૌના જીવનનો,સુંદર આકાર.
બાગે,બધા ફૂલો મળી, બને ,બગીચા નો,
શણગાર.
નાત જાત,ઉચ,નીચ, નો ત્યાં. ક્યાં છે,
કોઈ વ્યવહાર..
દુનિયા પણ,બાગ જેવી,
હરેક માનવી છે,ફૂલ,
કોઈ ચંપા કોઈ ગુલાબ.
કોઈ ચમેલી,તો કોઇ મોગરો છે,
બધા થકી,શોભે,આ દુનિયા નો બાગ.
ચાલો ,ભેગા મળી,સૌ મહેકાવી દઈએ,
આ દુનિયા નો બાગ.
મહેકતા ,ગુલશન ને જોઈ, બાગબાન(ઈશ્વર)
પણ, થઈ જાય ખુશ..
ચાલો બની, એક ,એક રંગ,
બનાવીએ, સુંદર રંગોળી.