શમણાં ઓ નું લાવ લશ્કર અને દુઆ ઓ ના કાફલા સાથે રાખું છું
જિંદગી ના મેદાન માં હું લક્ષ્ય મારુ
પૂર્ણ કરવા
હૈયે આસ્થા હું બેહિસાબ રાખું છું
આ દાવ પણ પણ જીતવા મક્કમ મનોબળ રાખું છું
હૈયે હામ રાખું છું
હોઠે સતત ઈશ્વર નું નામ રાખું છું
હોય ભલે કાંટાળી કેડી તોયે મખમલી દુઆ ઓ ને હંમેશા સાથ રાખું છું
નથી શુરા સમ હિંમત કે
તિર ભાલાં મારી કને
તોયે લક્ષ્ય પામવાની
મન માં હું લોહ સમ જીદ રાખું છું
હિમાલય સમ મન અડગ રાખું છું
આફત સામે ઝુકીશ નહીં
ઝંઝાવાત થી ડરીશ નહીં એવો
ઈરાદો મારો બુલંદ રાખું છું
એવી પ્રતિજ્ઞા હું ધારદાર રાખું છું
અંતરાયો હોય ભલે ઝાઝા
પથ્થર થી ઠોકર ખાઈશ તો નવી કેડી કંડારીશ
વિપદા સામે લાલ આંખ કરતી રહીશ
લક્ષ્ય મારુ બદલીશ નહીં
મળે નહીં સફળતા તો
હું માર્ગ બદલીશ
લક્ષ્ય પર અડીખમ
રહેવા
અર્જુન ને મારાં માં હું ઉગાડી ને રાખું છું
આત્મવિશ્વાસ મારો હું જગાડી ને રાખું છું
જીવન ની નાવડી ને કર્તવ્ય ના હલેસા થી પાર ઉતારવા હું
અર્જુન જેવું અડીખમ મનોબળ પારાવાર રાખું છું
મળશે જ લક્ષ્ય નું મોતી
હદયમંથન થી
હૈયે એવી હું આશ હું બેમિસાલ રાખું છું
ઈશ પર વિશ્વાસ હું બેહિસાબ રાખું છું
દુઆ ઓ માં મારી એવી ધારદાર અસર હું રાખું છું
હર શ્વાસ માં અતૂટ વિશ્વાસ ભરી
લક્ષ્ય માટે ઉડાન હું ભરું છું
કમિયાબી માટે તનતોડ મહેનત માં વિશ્વાસ હું પારાવાર રાખું છું મળશે જ આ દાવ માં સફળતા
બધા જ દાવ ને આખરી દાવ સમજી હું જિંદગી ની
લડાઈ ઓ હું લડી લઉં છું