Monday, July 12, 2021

માહી

"માહી" માહી એટલે વન વગડા માં ઊગેલું ગુલાબ નું ફૂલ માહી એટલે ચિથરે વિ ટાળેલું રતન. જેવા નામ એવા જ ગુણ માહી (માછલી) જેવી આંખો.ગુલાબ ની પાંદડી જેવા હોઠ .હસે તો ગાલો માં ખંજન પડે.   સૌથી આકર્ષક એવું હોઠ પર નું કાળું તિલ મન મોહક અદા કોઈ પણ પહેલી નજરે અંજાઈ જાઈ એવું ચુંબકીય  રૂપ  એનું માહી ગામડા ગામ ની 20વર્ષીય યુવતી હતી કુદરતે તેને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું ખૂબ નિરાંત ની પળો માં એનું સર્જન કર્યું હશે વિશ્વા મિત્ર ની મેનકા ને પણ શરમાવે એવું એનું મન મોહક   ચંદ્ર જેવો ખીલેલો ચહેરો જાણે,! ધરતી પર ની અપ્સરા જોઈ લો પણ મૃગનયની જેમ માહી પણ પોતાના રૂપ થી અજાણ હતી રૂપ ની સાથે કુદરતે એના માં સમજણ પણ સાથો સાથ ઠાંસી ઠાંસી ને ભરી હતી હંમેશા ગામ ના સૌ લોકો ને બાળક થી લઇ ને  વૃદ્ધ લોકો ની મદદ કરવા તત્પર રહેતી.ખેતી ના કામ માં. ઘર કામ માં રસોઈ માં . ગાવા માં. બધે નિપુણ હતી. તેનો અવાજ પણ ખૂબ સૂરીલો હતો જ્યારે  ગામ ના છેવાડે આવેલા મંદિર માં ભજન  ગાતી તો લોકો પણ  તેમાં  આસપાસ નું વાતાવરણ ભૂલી તલ્લીન થઈ જતા ગામડા ના લોકો ની ચાહિતી હતી પ્રેમાળ હતી બધા ની ખૂબ કાળજી રાખતી તેને  ૧૨ સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો , હવે યુવાન થઈ હતી એના પિતા ને એના લગ્ન ની ચિંતા થવા લાગી હતી એવા માં એક દિવસ બને છે એવું શહેર ના ઉદ્યોગ પતિ ના પુત્ર ની કાર રસ્તા માં ખરાબ થઈ જાય છે એને પાણી ની તરસ લાગે એટલે એ કૂવા તરફ પાણી પીવા આવે છે. ત્યાં માહી  પાસે પાણી માગે છે માહી નો ચહેરો જોતા જ. એનું રૂપ લાવણ્ય જોતા જ અચંબિત થઈ જાય છે દિલ સાથે નક્કી કરે છે કે લગ્ન કરીશ તો આની સાથે જ ગામ ના મુખી નો સંપર્ક કરી  માહી ના પિતા ને કહેણ મોકલાવે છે માહી ના પિતા તો પોતાને ધન્ય સમજવા લાગે છે કેમ કે માહી ને આવું સાસરું મળશે એવી કલ્પના પણ નહોતી અને હર એક માં બાપ ની ઈચ્છા હોય કે પોતાની પુત્રી સુખ માં પડે માહી  અને મિનેશ ના લગ્ન રંગે ચંગે પતી જાય છે રિસેપ્શન  માટે શહેર ના હોલ માં રાખે છે તેનું રિસેપ્શન  ફિલ્મી સિતારા  થી કમ ના હતું માહી દુલ્હન ના લાલ જોડા માં આકાશી પરી જેવી લાગતી હતી .માહી ની બહેનપણી ઓ તો  તેના લગ્ન જોઈને કહેવા લાગી કેવી નસીબદાર છે માહી કેટલું સારું સાસરું મળ્યું માહી ખુશ હતી રહેવા બંગલો નોકર ચાકર ઘરેણાં એશો આરામ હરવા ફરવા નું   એશો આરામ કરવાનો થોડા દિવસો તો બધું બરાબર ચાલ્યું ત્યાર પછી મિનેશ નો અસલ રંગ બહાર આવવા લાગ્યો તે  ધનવાન બાપ નો બગડેલો પુત્ર હતો બધા જ ખરાબ લક્ષણો તેના માં હતા માહી એ ક્યારેય આવું જોયું નહોતું તે હેબતાઈ ગઈ તેને તેના પિતા ની બહુ યાદ આવતી હતી પિતા પાસે જવું હતું પણ મિનેશ એ માટે મંજૂરી નહોતો આપતો  હવે તો તે માહી પર હાથ ઉપાડવા લાગ્યો હતો માહી ખૂબ દ્વિધા માં હતી શું કરવું? પિતા પાસે જઈશ તો લોકો મારા પિતા વિષે શું બોલશે,,?   પણ દિવસે ને દહાડે મિનેશ નો ઝુલ્મ વધતો જતો હતો તેને લાગ્યું હવે તેને સોના ના પિંજર માં થી મુક્ત થવું છે હવે તે તક શોધવા લાગી આવી જ રીતે મિનેશ બિઝનેસ મિટિંગ માટે બહાર જાઈ છે એ તક નો લાભ લઇ સોનાના પિંજર માં થી સદા માટે મુક્ત થઈ પોતાના પિતા પાસે આવી જાઈ છે પોતાના પિતા પાસે આવી જાઈ છે પણ એ પહેલાં જેવી માહી નહોતી ચંચળ પતંગિયા જેવી . એને તો સદા માટે ઉદાસી નું ઓઢણું ઓઢી લીધું હસતા ખેલતા કમળ જેવું વદન આજે મુરઝાયેલા ફૂલ જેવું બની ગયું પણ સમય  જતાં એ ઉદાસી માં થી બહાર આવી જાય છે અને આગળ નો અભ્યાસ શરૂ કરી અને ડોકટર બની જાય છે સ્વભાવ તો હતો જ બધા ને મદદ કરવાનો પણ હવે તો પોતાના ગામમાં જ એ હોસ્પિટલ શરૂ કરે છે અને  ગામ ના બધા જ લોકો ને પોતાનો પરિવાર માની અને બધા ની સેવા કરે છે અને ગામ ના લોક પણ માહી ને પોતાના પરિવાર ની સભ્ય ગણે છે અને આનંદ થી રહે છે પોતાના અતીત ને પાછળ  છોડી દે છે અને માહી હસતી ખેલતી માહી બની જાય છે 💦💦💦💦💦💦💦💦💦💦💦💦 માહી

Featured Post

Is Sugar bad for health.

is sugar bad for health? Sugar can be used in many things it is used to make something sweet and its taste is sweet. it is so sweet ...