કેવું પ્રાકૃતિક નયનરમ્ય અને *ભાતીગળ* છે મારું આ ગામડું
અનમોલ સંસ્કૃતિ નું રજવાડું છે
મારું આ ભાતીગળ ગામડું
અહી નથી સોશ્યલ મીડિયા નો દેકારો
અહી તો મસ્તી નો ફુવારો છે મારા
ગામ નો ચોરો
અહીંયા નથી કઈ મારું કે તારું
અહીંયા છે સુખ દુઃખ સૌનું સહિયારું
અહી નથી કોઈ થી આગળ નીકળી જવાની હોડ
અહી સફળતા માટે છે સૌની સહિયારી દોડ
અહીંયા નથી કોઈ ના મન ની મુરાદ મેલી
અહી છે સૌના હદય માં હેત ની હેલી
અહી નથી કોઈ ના ઘર પર પહેરા
તોયે હર આદમી ના છે હસતા ચહેરા
દંભ ઈર્ષ્યા અદેખાઈ પ્રપંચ માટે અહી નથી કોઈ આવાસ
અહી તો સહકાર ભાઈચારો અને મદદ નો છે નિવાસ
અહી નથી સંગે મર મર ની ચમક
અહી તો છે ગૃહિણી ના હાથ ની કસબ
લીપ્યું ઘૂપ્યું આંગણું ને
ઓસરીએ શોભતું રંગ બિરંગી ચાકળું
અહી મહેમાન નવાઝી માટે છે હૈયે જાજો હરખ
એ છે અહી ના લોકો ની પરખ
અહી નહિ કોઈ ખોટી ધાંધલ ધમાલ
પ્રકૃતિ ની શોભા કરે છેઃ
કમાલ
અહી નથી મિલો અને વાહનો નો શોરબકોર
અહી પંખી ઓ પણ નિર્ભય પણે કરે છે કલશોર
અહી નથી દંભ કે ચહેરા પર કોઈ મહોરો
અહી તો નખ શીખ નિર્ભેળ હર આદમી નો ચમકતો ચહેરો
કુદરત પણ કરે છે અહી સુખો ની લ્હાણી
હું જાવ મારા *ભાતીગળ* ગામડા પર વારી
મારું આ અનમોલ ગામ
ભાતીગળ સંસ્કૃતિ નું છે મોટુ ધામ
અમૂલ્ય વારસા ના જતન કરવાનું છે આપણુ કામ
જગ માં રોશન થશે આપની આ સંસ્કૃતિ નું નામ
અહી જીવન છે જાનદાર
મારી આ સંસ્કૃતિ પણ છે શાનદાર
💦💦💦💦💦💦💦💦💦💦💦💦➖️➖️➖️➖️➖️